world post day speech in gujarati 2022 | વિશ્વ ટપાલ દિવસ નિબંધ | રાષ્ટ્રીય ટપાલ દિવસ

world post day speech in gujarati 2022: નમસ્તે મિત્રો આ પોસ્ટમાં વિશ્વ ટપાલ દિવસ વિશે નિબંધ તથા રાષ્ટ્રીય ટપાલ દિવસ વિશે માહિતી આપવામાં આવી છે?

world post day speech in gujarati 2022 | વિશ્વ ટપાલ દિવસ નિબંધ | રાષ્ટ્રીય ટપાલ દિવસ
world post day speech in gujarati image by gujarati tips

world post day speech in gujarati 2022 (વિશ્વ ટપાલ દિવસ)

વિશ્વ ટપાલ દિવસ દર વર્ષે 9 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.

સ્વિત્ઝર્લેન્ડના બર્નમાં 1874 માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની યાદમાં વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ ટપાલ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકો અને વ્યવસાયોના રોજિંદા જીવનમાં ટપાલની ભૂમિકા તેમજ વૈશ્વિક, સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.

1969માં જાપાનના ટોક્યોમાં યોજાયેલી UPU કોંગ્રેસમાં 9 ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.

ભારત 1 જુલાઈ, 1876ના રોજ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું સભ્ય બન્યું. આ સભ્યપદ મેળવનાર ભારત એશિયાનો પ્રથમ દેશ છે.

1 ઓક્ટોબર, 1854ના રોજ, ભારત સરકારે પોસ્ટ માટે એક અલગ વિભાગની સ્થાપના કરી હતી.

ભારતમાં પ્રથમ પોસ્ટ ઓફિસ 1774માં કોલકાતામાં ખોલવામાં આવી હતી, 

ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત 1986માં થઈ હતી.

ભારતમાં 1880માં મની ઓર્ડર સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી.

ભારતીય સરહદની બહાર ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ દક્ષિણ ગંગોત્રી એન્ટાર્કટિકામાં છે જેની સ્થાપના 1983માં કરવામાં આવી હતી.

તમને એ પણ જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે 10 ઓક્ટોબરે રાષ્ટ્રીય ટપાલ દિવસ ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય ટપાલ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 150 વર્ષમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને યાદ કરવાનો છે.

રાષ્ટ્રીય ટપાલ દિવસની સ્થાપના 1854માં લોર્ડ ડેલહાઉસી દ્વારા કરવામાં આવી હતી.

15 ઓગસ્ટ 1972ના રોજ કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ શ્રીરામ ભીકાજી વેલણકર દ્વારા 6 અંકની પિન સિસ્ટમની રજૂઆત કરવામાં આવી હતી.

પિન કોડનો પ્રથમ અંક વિસ્તારને ઓળખે છે. બીજો અંક પેટા પ્રદેશ સૂચવે છે. ત્રીજો અંક જિલ્લાને ઓળખે છે. છેલ્લા ત્રણ અંકો પોસ્ટ ઓફિસને દર્શાવે છે કે જેના હેઠળ ચોક્કસ સરનામું છે

આ પણ જરૂર વાંચો: world post day speech in hindi

world post day speech in gujarati 2022 videos

world post day poster in gujarati 2022

world post day FAQ

વિશ્વ ટપાલ દિવસ કયારે મનાવવામાં આવે છે?

દર વર્ષે 9 ઓક્ટોબરે

રાષ્ટ્રીય ટપાલ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

દર વર્ષે 10 ઓક્ટોબરે

વિશ્વ ટપાલ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની યાદમાં

ભારત યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું સભ્ય કયારે બન્યું હતું?

1 જુલાઈ, 1876ના રોજ

ભારતમાં પ્રથમ પોસ્ટ ઓફિસ કયાં અને કયારે ખોલવામાં આવી હતી?

1774માં કોલકાતામાં

ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત કયારે થઈ હતી?

1986માં

ભારતમાં મની ઓર્ડર સિસ્ટમ કયારે દાખલ કરવામાં આવી હતી?

1880માં

રાષ્ટ્રીય ટપાલ દિવસની સ્થાપના કોણે કરી હતી?

1854માં લોર્ડ ડેલહાઉસી

આ પણ જરૂર વાંચો

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

ભારતીય વાયુસેના દિવસ

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ

2 thoughts on “world post day speech in gujarati 2022 | વિશ્વ ટપાલ દિવસ નિબંધ | રાષ્ટ્રીય ટપાલ દિવસ”

Leave a Comment