નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો આવી રહ્યો છે Vivo V25 Pro 5G સ્માર્ટફોન, જાણો શું હશે તેમાં ખાસ

જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે થોડા દિવસો રાહ જુઓ, પછી તમને ઘણા શાનદાર ફોન જોવા મળી શકે છે

સ્માર્ટફોન નિર્માતા દિગ્ગજ Vivo ભારતીય બજારમાં તેનો નવો ફોન Vivo V25 Pro 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

V25 Pro 5GVivo S15 Proનું રિબ્રાન્ડેડ વર્ઝન હોવાનું કહેવાય છે. Vivo S15 Pro સ્માર્ટફોન થોડા દિવસો પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

S15 Pro સ્માર્ટફોનને 8GB RAM અને 256GB સ્ટોરેજ અને 12GB RAM અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજના બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

બેઝ વેરિઅન્ટની કિંમત CNY 3,399 એટલે કે લગભગ 39,000 રૂપિયા છે.

ટોચનું વેરિઅન્ટ CNY 3,699 એટલે કે લગભગ રૂ. 42,600 છે. ભારતમાં પણ આ ફોન આ રેન્જમાં લોન્ચ થઈ શકે છે.

ટેક એક્સપર્ટ્સનું કહેવું છે કે Vivo V25 Pro 5Gના ફીચર્સ અને સ્પેસિફિકેશન Vivo S15 Pro જેવા જ હોઈ શકે છે

તેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્શન 8100 ચિપસેટ આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે V25 Pro 5G સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપી શકાય છે

તેમાં 50-megapixel Sony IMX766V પ્રાઈમરી સેન્સર છે. તેની સાથે 12MP અલ્ટ્રાવાઇડ અને 2MP ડેપ્થ સેન્સર હશે

Vivo ના નવા ફોનમાં 4500mAh ક્ષમતાની બેટરી આપવામાં આવી શકે છે. આ બેટરી 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 12 ઓએસ પર કામ કરશે. તેમાં FunTouch OS 12 હશે.