આપણા શરીરમાં આવતા દુર્લભ 10 રોગો અને તેના ઘરેલું ઉપચાર જુઓ તમને પણ હોઈ શકે છે આ રોગ 

અજીર્ણ રોગ - હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે અને રાત્રે પાણી સાથે લેવાથી અજીર્ણ રોગમાં રાહત રહે છે

અતિસાર રોગ - મળનું અતિસરણ એટલે ઝાડા મિત્રો આ રોગ માટે એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું તેનાથી ફાયદો થશે

અનિંદ્રા રોગ - ભેંસનાં દૂધમાં ગંઠોડા એટલે કે પીપરીમૂળ નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે લેવાથી આ રોગમાં લાભ થશે

એસિડિટી રોગ - રોજ સવારે ને રાત્રે એક એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટીમાં ફાયદો થશે

ભૂખ ન લાગવી - ભૂખ ન લાગતી હોય તો સિંધવ મીઠુ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવાથી ફાયદો થશે

જૂની કબજિયાત - જૂની કબજિયાત વાળા દર્દી એ ખોરાક માં લસણ વધુમાં વધું લેવાથી ફાયદો થશે

અસ્થિભંગ - વૈધની સારવાર પછી લાક્ષાદિગૂગળ અથવા આભાદિ ગુગળની ૨-૨ ગોળી સવારે અને રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવાથી જલ્દી ફાયદો થશે

આમવાત - નાનાં સાંધામાં સોજા સાથે સખત દુઃખાવો સવારે વધુ થતો હોય તેવા આમવાત (રૂમેટિઝમ)માં સૂંઠના ઊકાળામાં દિવેલ –મેળવીને લેવું અને સોજા ઉપર સૂંઠ-ગૂગળનો લેપ કરવો.

માસિક બરાબર ન આવવું - સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે અને સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવાથી ફાયદો થશે

આંચકી આવવી  - શુધ્ધ ટંકણખાર ૧ થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવાથી ફાયદો થશે