પાલનપુર અને વડગામને 1566 કરોડના વિકાસ કામોની ભેટ, CM ભુપેન્દ્ર પટેલે કરી જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર અને વડગામને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે.

તેમણે જણાવ્યું કે, તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાને લઇ મહત્વના નિર્ણય તરીકે 1566.25 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે

તેમજ રૂ. 192 કરોડના કામો પણ મંજૂર કરાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,

આ વિકાસ કાર્યોમાં બનાસકાંઠાના 73 ગામોના 156 તળાવો અને પાટણ જિલ્લાના 33 ગામોના 96 તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે.

પરિણામે, 30,000 થી વધુ ખેડૂત પરિવારોની 1.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈ અને પશુધન માટે પૂરતું પાણી પૂરું પાડવામાં આવશે.

સીએમ ભૂપેન્દ્રએ કહ્યું કે ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન 100 ક્યુસેક નર્મદાનું પાણી મુક્તેશ્વર ડેમ સુધી લઈ જશે.

જેના થકી બનાસકાંઠાના પૂર્વ વિસ્તારના ગામડાઓની 20,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે

અને વડગામ તાલુકાના 24 ગામના 33 તળાવો અને પાટણ-સિદ્ધપુર તાલુકાના પાંચ ગામોના 9 તળાવો ભરવામાં આવશે.

તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા ઊભી કરશે.

રાજ્યમાં સૌથી વધુ પશુધનની વસ્તી ધરાવતા અને કુદરતી પાણીનો અભાવ ધરાવતા બનાસકાંઠામાં પીવા અને સિંચાઈ માટે પૂરતું પાણી હશે.

વધુ માહિતી માટે Learn More બટન પર ક્લિક કરો આભાર