અત્યારે આ સમયે cricket માં ઘણા ફોર્મેટ છે. ક્રિકેટમાં T20 થી T10 ફોર્મેટ પણ આવ્યા છે.
આજે પણ વાસ્તવિક ક્રિકેટને Test cricket જ કહેવામાં આવે છે કારણ કે અહીં તે ખેલાડીની સંપૂર્ણ કસોટી થાય છે.
તે ખેલાડીની માનસિક ક્ષમતા, ટેકનિકલ ક્ષમતા બધું જ ટેસ્ટ ક્રિકેટમાં જ ચકાસવામાં આવે છે.
તો ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એવા ખેલાડીઓ વિશે જાણીએ કે જેમણે સૌથી વધુ બેવડી સદી ફટકારી છે.
જ્યારે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ જે મનમાં આવે છે તે છે સર ડોન બ્રેડમેન
કારણ કે માત્ર 52 ટેસ્ટ મેચમાં 99.94ની એવરેજ ધરાવતા આ મહાન ખેલાડીએ માત્ર 52 ટેસ્ટ મેચમાં 12 બેવડી સદી ફટકારી છે.
આ દિગ્ગજ ખેલાડીએ ઈંગ્લેન્ડ સામેની માત્ર એક એશિઝ શ્રેણીમાં ત્રણ બેવડી સદી ફટકારી હતી, જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે.
બીજુ નામ શ્રીલંકન ટીમના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કુમાર સંગાકારાનો ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બેટિંગ રેકોર્ડ છે
તેણે શ્રીલંકા માટે દરેક ફોર્મેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ જ્યારે ટેસ્ટ ક્રિકેટની વાત આવે છે,
તો કુમાર સંગાકારા અહીં અલગ છે. કુમાર સંગાકારાએ ટેસ્ટ ક્રિકેટમાં 11 બેવડી સદી ફટકારી છે. એશિયામાં સૌથી વધુ બેવડી સદી બનાવવાનો રેકોર્ડ તેના નામે છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન બ્રાયન લારાના નામે છે.
ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 400 રન છે જે હજુ પણ પોતાનામાં એક રેકોર્ડ છે અને આજ સુધી કોઈ તેને તોડી શક્યું નથી.
બ્રાયન લારાએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 9 બેવડી સદી ફટકારી છે. લારાને પ્રિન્સ અને ત્રિનિદાદ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વધુ જાણકારી માટે તમે Learn More બટન પર કલિક કરો આભાર