IND vs SA T20: આફ્રિકા સામે રમાઈ રહેલી T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી જોરદાર લયમાં છે
આ ખેલાડી T20 વર્લ્ડ કપ 2021માં ટીમની હાર માટે દોષિત હતો.
ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમની સફર ઘણી ખરાબ રહી, ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી
તેની પાછળ ઘણા ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન મુખ્ય કારણ હતું.
આ વર્લ્ડ કપમાં એક વિસ્ફોટક ખેલાડી એકદમ ફ્લોપ રહ્યો હતો અને તે ટીમની હારનું પણ મોટું કારણ બની ગયો હતો,
આ ખેલાડી હવે શાનદાર ફોર્મમાં પરત ફર્યો છે અને ટીમ માટે મેચ વિનર બનવા માટે પણ તૈયાર છે.
T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પાછળ ધટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો પણ મોટો હાથ હતો.
પંડ્યા આ T20 વર્લ્ડ કપમાં ન તો બોલિંગ કરી શક્યો અને ન તો તેના બેટમાંથી રન નીકળ્યા.
તે પછી તે લાંબા સમય સુધી ટીમની બહાર હતો,
પરંતુ હવે પંડ્યાએ પુનરાગમન કર્યું છે અને આ ખેલાડી આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ટીમનો સૌથી મોટો હથિયાર સાબિત થવા જઈ રહ્યો છે.