ક્રીમ પાછળ ભાગો નહિં, ખાઓ આ ફળ જેનાથી કાચની જેમ ચમકશે તમારો ચહેરો | glowing skin food

તામારી ત્વચાને ચમકદાર બનાવવા માટે ક્રીમ અને પાઉડરનો મોહ છોડી દો અને કેટલાક તાજા ફળો ખાવાનું શરૂ કરી દો

આ ફળો તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે.

કેળા દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ, કારણ કે કેળા ખાવાથી ત્વચા ચમકદાર બને છે.

કેળામાં હાજર ફાયટોકેમિકલ ફ્રુક્ટો-ઓલિગો સેકરાઇડ ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા ચમકદાર બને છે

કેરી ખાવાથી ત્વચામાં ચમક આવે છે. કારણ કે, કેરીની અંદર રહેલું બીટા કેરોટીન વિટામિન Aમાં પરિવર્તિત થાય છે અને ત્વચાને ફાયદો કરે છે

ચહેરાને ચમકદાર બનાવવા માટે નારંગી શ્રેષ્ઠ ફળ છે. કારણ કે, તેમાં વિટામિન-સી અને પાણીનું પ્રમાણ ખુબજ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચામાં હાઇડ્રેશન અને ગ્લો બંને આવે છે.

સફરજન ખાવાથી ત્વચા ચમકદાર બને છે. અને ખીલ પણ મટે છે. કારણ કે સફરજનની છાલમાં પેક્ટીન હોય છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે

દ્રાક્ષ ખાવી ત્વચા માટે ફાયદાકારક છે, કારણ કે આ દ્રાક્ષ  કરચલીઓ, ફ્રીકલ્સ જેવા વૃદ્ધત્વના સંકેતોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

દ્રાક્ષમાં રહેલું રેઝવેરાટ્રોલ વૃદ્ધત્વ વિરોધી ગુણ તરીકે કામ કરે છે અને ચહેરાને યુવાન રાખવામાં મદદ કરે છે.

Disclaimer: આ માહિતીની સચોટતા, સમયસરતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે આ અમારી નૈતિક જવાબદારી નથી.

Disclaimer: અમે તમને વિનંતી કરીએ છીએ કે કોઈપણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. અમારો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે.