હવે Kartik Aaryan ની ફિલ્મ Bhool Bhulaiyaa 2, OTT  પર ધમાલ મચાવશે

ભૂલ ભૂલૈયા 2 એ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા બમણી કમાણી કરી છે

કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 179 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે

શું તમે હજુ સુધી કાર્તિક આર્યનની ભુલ ભુલૈયા 2 સિનેમાઘરોમાં જોઈ શક્યા નથી?

શું તમને પણ એક સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ન જોઈ શકવાનો અફસોસ છે?

તમે વિચારતા જ હશો કે અચાનક એવું શું થઈ ગયું, જેનાથી અમે તમારી સામે પ્રશ્નોનો ઝંડો મૂકી દીધો છે.

કારણ કે, જો તમે ભૂલ ભૂલૈયા 2 જોઈ શક્યા નથી, તો તમારા માટે એક સારા સમાચાર છે.

ફિલ્મ ચાહકો અત્યાર સુધી કાર્તિકની ફિલ્મને અપાર પ્રેમ આપી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ OTT પર ભૂલ ભૂલૈયા 2 રિલીઝ કરવાનું નક્કી કર્યું.

જાણવા મળ્યું છે કે ભૂલ ભૂલૈયા 2 OTT પર રિલીઝ થઈ રહી છે. હવે એ પણ જાણો કે તમે તેને ક્યારે અને ક્યાં જોઈ શકો છો.

ભૂલ ભૂલૈયા 2 એ 19 જૂને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. અનીસ બઝમીની 'ભૂલ ભૂલૈયા 2' અક્ષય કુમારની 2007માં આવેલી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા'ની સિક્વલ છે.

એવું ભાગ્યે જ બન્યું કે જ્યારે કોઈ હિટ ફિલ્મની સિક્વલ સુપરહિટ સાબિત થઈ હોય, પરંતુ 'ભૂલ ભૂલૈયા 2' એ કરી બતાવ્યું