Saraswati River Gujarat | સરસ્વતી નદી

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ Saraswati River Gujarat | સરસ્વતી નદી ના પોસ્ટમાં તો મિત્રો આપણે આ પોસ્ટમાં સરસ્વતી નદી વિશેની સંપુર્ણ માહિતી મેળવીશું તો ચાલો જોઈએ

આ પણ જરૂર વાંચજો : બનાસ નદી ગુજરાત

Saraswati River Gujarat | સરસ્વતી નદી

સરસ્વતી નદી ભારત ના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ સરસ્વતી નદીનો જન્મ અંબાજી નજીક આવેલા કોટેશ્વર ગામ પાસેના ડુંગરમાંથી થાય છે આ સરસ્વતી નદીની કુલ લંબાઈ લગભગ 360 કિલો મીટર છે

દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લાબનાસકાંઠા, પાટણ, કચ્છ
ઉદ્દ્ગમ સ્થાનઅંબાજી નજીક આવેલા કોટેશ્વર પાસેના ડુંગરમાંથી
કુલ લંબાઈ360 કી.મી
ઉપનદીઓ
બંધ (ડેમ) મોકેશ્વર ડેમ
નદીનો અંતકચ્છના નાના રણમાં
નદી કાંઠાના મુખ્ય ગામોસિદ્ધપુર, પાટણ 

આ સરસ્વતી નદી ગુજરાતના પાટણ બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માંથી પસાર થાય છે આ સરસ્વતી નદી ગુજરાતની સૌથી પ્રાચિન નદી છે તથા તેનો અંત દરિયાને બદલે કચ્છના નાના રણમાં થાય છે આથી આ નદી કુંવારી અથવાતો કુંવારિકા નદી તરીકે પણ ઓળખાય છે

સરસ્વતી નદીના બંધ

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોકેશ્વર ગામ નજીક આ સરસ્વતી નદી પર મોકેશ્વર ડેમ (બંધ) આવેલો છે તથા મોકેશ્વર નજીક મુક્તેશ્વર મહાદેવનું અક મંદિર પણ આવેલું છે

નદી કાંઠાના મુખ્ય ગામો

મિત્રો સરસ્વતી નદીના કાંઠે આમ તો ઘણાં બધા ગામો આવેલા છે પણ બે મુખ્ય શહેર આવેલા છે એક સિદ્ધપુર અને પાટણ એક દંતકથા અનુસાર દધિચિ ઋષિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા.

આ સિદ્ધપુર ગંગા નદી અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન વસેલું હોવાનું માનવામાં આવતું હતું. સિદ્ધપુર માં મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે.

સરસ્વતી નદી નું મહત્વ

મિત્રો સરસ્વતી નદીના મહત્વ ની વાત કરીએ તો આ સરસ્વતી નદી આર્યાવર્તની ત્રણ નદીઓમાંની એક પવિત્ર નદી માનવામાં આવે છે. આ સરસ્વતી નદીની ઋગ્વેદ સામવેદ અને અથર્વવેદના જુદાં જુદાં મંડળોમાં તેની સ્તુતિ ગાવામાં આવે છે

વાયુ પુરાણમાં પણ આ નદીનો હિમવત્પાદનિસ્સૃતા અને સમુદ્રગા તરીકે ઉલ્લેખ થયેલો છે. આ નદીને પ્રાચિનકાળમાં સિન્ધુ અને મરુ દેશના બે ભાગ કરી પશ્ચિમ સમુદ્રને મળનારી નદી ગણાવી છે.

વેદકાલીન કાળમાં આ સરસ્વતીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળી અને હાલનું મારવાડ માંથી પસાર થઈ આબુના પહાડો આગળ ગુજરાતમાં પ્રવેશ કરી ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશને અલગ પાડી ખંભાતના અખાતમાં ભળતો હતો

Saraswati River Gujarat | સરસ્વતી નદી

કહેવાય છે કે હાલ આ સરસ્વતી નદીનું મૂળ ઉદ્દ્ગમ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમ સેતુની નજીક આવેલા ગૌમૂખમાં છે. જે નદી રૂપે બદ્રીનાથ પાસેથી વહેતી વહેતી છેક અલ્હાબાદમાં ત્રીવેણી સંગમ સુધી આવીને ધરતીમાં લૂપ્ત થઇ જાય છે. જે ફરી પાછી રાજસ્થાનમાં આવેલા આબુ પાસે ફરી પ્રગટ થાય છે અને ગુજરાતમાંથી પસાર થતાં કચ્છનાં રણમાં આવી ફરી વખત ધરતીમાં લુપ્ત થઈ જાય છે

જો મિત્રો તમને અમારી આ Saraswati River Gujarat | સરસ્વતી નદી ની પોસ્ટ પસંદ આવી હોયતો તમારા મિત્રોને જરૂર શેયર કરજો આભાર

આ પણ જરૂર વાંચજો :

ગંગા નદી તંત્ર

ગુજરાતનું નદી તંત્ર

પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો

મુખ્ય સેવિકા અભ્યાસ સામગ્રી

Leave a Comment