Oscar Awards 2022 Winners List In Gujarati ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી ગુજરાતીમાં

Oscar Awards 2022 Winners List In Gujarati | ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી

નમસ્તે મિત્રો આ પોસ્ટમાં તમને Oscar Awards 2022 Winners List In Gujarati, ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી ગુજરાતીમાં આપવામાં આવી છે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે ખુબજ ઉપયોગી છે જેમ કે LRD પોલીસ ભરતી, ગ્રામ સેવક, મુખ્ય સેવિકા તથા અન્ય સરકારી ભરતી માટે ઉપયોગી છે

Oscar Awards 2022 Winners List In Gujarati | ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી

  • ઓસ્કાર એવોર્ડ (oscar awards) ને એકેડેમી એવોર્ડ (Academy Awards) તરીકે પણ ઓળખવામાં આવે છે
  • ઓસ્કાર એવોર્ડ દર વર્ષે ” એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ ” (AMPAS) દ્વારા આપવામાં આવે છે
  • ઓસ્કાર એવોર્ડ આપવાની શરૂઆત 1927 માં થઈ હતી પરંતું સૌપ્રથમ ઓસ્કાર એવોર્ડ 16 મે, 1929 ના રોજ આપવામાં આવ્યો હતો
  • ઓસ્કાર એવોર્ડના વિજેતાઓને એક સોનાની મુર્તિ આપવામાં આવે છે જેને ઓસ્કાર કહેવામાં આવે છે
  • ઓસ્કાર એવોર્ડ ફિલ્મ જગતમાં અપાતો સર્વશ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત એવોર્ડ છે. જે ફિલ્મી જગતમાં કલાત્મીક અને તકનીકી યોગ્યતામાં આપવામાં આવે છે
  • સૌપ્રથમ ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય ” ભાનુ અથૈયા ” છે, કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાને 1983 માં ” ગાંધી ” ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો
  • ઓસ્કાર એવોર્ડમાં નામાંકિત થનારી સૌપ્રથમ ભારતીય ફિલ્મ ” મધર ઈંડિયા ” છે જે મહેબૂબ ખાન દ્વારા નિર્મિત 25 ઓક્ટોબર 1957 ના રોજ રિલીજ થઈ હતી
  • સૌપ્રથમ બેસ્ટ એક્ટર નો એવોર્ડ ” એમિલ જેનિંગ્સ ” ને ” ધ વે ઓફ ઓલ ફ્લેશ ” ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો
    27 માર્ચ, 2022 ના રોજ ઓસ્કાર એવોર્ડ ના 94માં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યુ હતું
  • 94મા એકેડેમી એવોર્ડ સમારોહનું આયોજન 27 માર્ચ, 2022 ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં કાવામાં આવ્યું હતું
  • એકેડેમી એવોર્ડ સમારોહમાં 1 માર્ચથી 31 ડિસેમ્બર, 2021 વચ્ચે રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મોનું સન્માન કરવામાં આવ્યું હતું
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ પિક્ચર (Best Picture) નો એવોર્ડ CODA ને આપવામાં આવ્યો હતો.
  • CODA એ 2021 ની કોમેડી-ડ્રામા ફિલ્મ છે જે સિયાન હેડર દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ દિગ્દર્શક (Best Director) નો એવોર્ડ જેની કેમ્પિયનને ધ પાવર ઓફ ધ ડોગ ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો.
  • ડેમ એલિઝાબેથ જેની કેમ્પિયન નો જન્મ 30 એપ્રિલ 1954 માં થયો હતો
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ અભિનેતા (Best Actor) નો એવોર્ડ વિલ સ્મીથને કિંગ રિચર્ડ ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો.
  • વિલાર્ડ કેરોલ સ્મિથ (વિલ સ્મીથ) નો જન્મ સપ્ટેમ્બર 25, 1968 માં પેન્સિલવેનિયા, યુ.એસ માં થયો હતો. તેઓ ધ ફ્રેશ પ્રિન્સથી પણ ઓળખાય છે, તે એક અમેરિકન અભિનેતા, રેપર અને ફિલ્મ નિર્માતા છે.
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ અભિનેત્રી (Best Actress) નો એવોર્ડ જેસિકા ચેસ્ટેનને ધ આય ઓફ ટેમી ફેય ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો
  • જેસિકા મિશેલ ચેસ્ટેન નો જન્મ માર્ચ 24, 1977 માં કેલિફોર્નિયા, યુ.એસ માં થયો હતો
  • જેસિકા મિશેલ ચેસ્ટેન એક અમેરિકન અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે.
  • જેસિકા મુખ્યત્વે નારીવાદી થીમવાળી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતી છે,
  • તેણીએ એકેડેમી એવોર્ડ અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત વિવિધ એવોર્ડ મેળવ્યા છે.
  • ટાઇમ મેગેઝીને તેણીને 2012 માં વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપ્યું હતું.
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ સહાયક અભિનેતા (Best Supporting Actor) નો એવોર્ડ ટ્રોય કોત્સુર ને CODA ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો.
  • ટ્રોય માઈકલ કોત્સુર નો જન્મ 24 જુલાઇ, 1968 માં એરિઝોના, યુ.એસ માં થયો હતો.
  • CODA (2021) ફિલ્મમાં તેમની સહાયક ભૂમિકાએ તેમને એકેડેમી એવોર્ડ, બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ, સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ અને ક્રિટિક્સ ચોઈસ મૂવી એવોર્ડ સહિત અનેક પ્રશંસા પ્રાપ્ત કરી છે.
  • તે પછીના ત્રણ પુરસ્કારો જીતનાર પ્રથમ બધિર અભિનેતા છે, તેઓ આ એવોર્ડ જીતનાએ પ્રથમ બહેરા માણસ અને એકંદરે બીજા બહેરા કલાકાર છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (Best Supporting Actress) નો એવોર્ડ એરિયાના ડીબોઝ ને વેસ્ટ સાઇડ સ્ટોરી ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો
  • એરિયાના ડીબોઝ નો જન્મ 25 જાન્યુઆરી, 1991 માં ઉત્તર કેરોલિના, યુ.એસ. માં થયો હતો
  • એરિયાના એક અમેરિકન અભિનેત્રી, ગાયિકા અને નૃત્યાંગના છે.
  • તેણીએ ટોની એવોર્ડ માટે નોમિનેશન ઉપરાંત એકેડેમી એવોર્ડ, બાફ્ટા એવોર્ડ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે (Best Original Screenplay) નો એવોર્ડ બેલફાસ્ટ ફિલ્મ ને આપવામાં આવ્યો છે.
  • બેલફાસ્ટ એ 2021ની બ્રિટિશ કમિંગ-ઓફ-એજ ડ્રામા ફિલ્મ છે જે કેનેથ બ્રાનાઘ દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ અનુકૂલિત સ્ક્રીનપ્લે (Best Adapted Screenplay) નો એવોર્ડ CODA ફિલ્મને અપવામાં આવ્યો છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ (Best Animated Feature Film) નો એવોર્ડ એન્કાન્ટો ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • એન્કાન્ટો એ 2021 ની અમેરિકન કમ્પ્યુટર-એનિમેટેડ મ્યુઝિકલ ફેન્ટસી કોમેડી ફિલ્મ છે જેનું નિર્માણ વોલ્ટ ડિઝની એનિમેશન સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ (Best International Feature Film) નો એવોર્ડ ડ્રાઇવ માય કાર ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ડ્રાઇવ માય કાર જાપાનીઝ ડ્રામા-રોડ ફિલ્મ છે જે સહ-લેખિત અને ર્યુસુકે હમાગુચી દ્વારા નિર્દેશિત છે.
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર (Best Documentary Feature) નો એવોર્ડ સમર ઓફ સોલ (…અથવા, વ્હેન ધ રિવોલ્યુશન કુડ નોટ બી ટેલિવિઝન) ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • સમર ઓફ સોલ (…અથવા, વ્હેન ધ રિવોલ્યુશન કુડ નોટ બી ટેલિવિઝન) એ 2021 ની અમેરિકન ડોક્યુમેન્ટરી ફિલ્મ છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ટૂંકો વિષય (Best Documentary Short Subject) નો એવોર્ડ The Queen of Basketball ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ધ ક્વિન ઓફ બાસ્કેટબોલ બેન પ્રાઉડફૂટ દ્વારા બાસ્કેટબોલના દિગ્ગજ લુસિયા હેરિસ વિશેની આ અમેરીકન શોર્ટ ફિલ્મ છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ (Best Live Action Short Film) નો એવોર્ડ ધ લોંગ ગુડબાય આલ્બમ ને આપવામાં આવ્યો છે
  • ધ લોંગ ગુડબાય એ રિઝ અહેમદનું બીજું સ્ટુડિયો આલ્બમ છે. તે 6 માર્ચ 2020 ના રોજ રિઝ અહેમદના રેકોર્ડ લેબલ મોંગ્રેલ રેકોર્ડ્સ પર બહાર પાડવામાં આવ્યું હતું
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ (Best Animated Short Film) નો એવોર્ડ વિન્ડશિલ્ડ વાઇપર ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ધ વિન્ડશિલ્ડ વાઇપર એ 2021 ની સ્પેનિશ-અમેરિકન કમ્પ્યુટર-સેલ એડલ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ મૂળ સ્કોર (Best Original Score) નો એવોર્ડ ડ્યુન ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ડ્યુન એ 2021 ની અમેરિકન એપિક સાયન્સ ફિક્શન ફિલ્મ છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ મૂળ ગીત (Best Original Song) નો એવોર્ડ નો ટાઈમ ટુ ડાઈ સોંગ્સ ને આપવામાં આવ્યો છે
    “નો ટાઈમ ટુ ડાઈ” એ જ નામની જેમ્સ બોન્ડ ફિલ્મનું થીમ ગીત છે. અમેરિકન ગાયક-ગીતકાર બિલી ઇલિશ દ્વારા રજૂ કરાયેલ અને ઇલિશ અને તેના ભાઇ અને સહયોગી ફિનીઆસ ઓ’કોનેલ દ્વારા લખાયેલ છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ અવાજ (Best Sound) નો એવોર્ડ ડ્યુન ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ ઉત્પાદન ડિઝાઇન (Best Production Design‌) નો એવોર્ડ ડ્યુન ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી (Best Cinematography) નો એવોર્ડ ડ્યુન ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ (Best Makeup and Hairstyling) નો એવોર્ડ ધ આય ઓફ ટેમી ફેય ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ધ આઈઝ ઓફ ટેમી ફેય એ 2021 ની અમેરિકન બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન માઈકલ શોલ્ટર દ્વારા કરવામાં આવ્યું છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન (Best Costume Design) નો એવોર્ડ ક્રુએલા ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ક્રુએલા એ 2021 ની અમેરિકન ક્રાઈમ ફિલ્મ છે જે ડોડી સ્મિથની 1956ની નવલકથા ધ હન્ડ્રેડ એન્ડ વન ડાલ્મેટિયન્સના પાત્ર ક્રુએલા ડી વિલ પર આધારિત છે.
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ (Best Film Editing) નો એવોર્ડ ડ્યુન ફિલ્મ ને આપવામાં આવ્યો છે
  • ઓસ્કાર એવોર્ડ 2022 માંં શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (Best Visual Effects) નો એવોર્ડ ડ્યુન ફિલ્મ ને આપવામાં આવ્યો છે
Oscar Awards 2022 Winners List In Gujarati | ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી
Oscar Awards 2022 Winners List In Gujarati | ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી

Oscar Awards 2022 Winners List In Gujarati વિડિયો

Oscar Awards 2022 Winners List In Gujarati

આ પણ જરૂર વાંચો:

Padma Puraskar 2022

ICC women’s world cup 2022

છેલ્લા 6 મહિનાના રમત-ગમતના કરંટ અફેર્સ

ગુજરાતી કરંટ અફેર્સ

લેખક : નમસ્તે મિત્રો આ પોસ્ટ Oscar Awards 2022 Winners List In Gujarati | ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી ના લેખક રંગપરા નરેશ છે જો મિત્રો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડો તથા વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરો ===> Gujarati Tips

Leave a Comment