નમસ્તે મિત્રો આ પોસ્ટ માં તમને છેલ્લા 6 મહિનાના રમત-ગમતના કરંટ અફેર્સ (Last 6 Months Sports Current Affairs Gujarati) ના તમામ પરિક્ષાલક્ષી સવાલોના જવાબો આપવામાં આવ્યા છે
Table of Contents
Last 6 Months Sports Current Affairs Gujarati
એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? – કતાર ના દોહા ખાતે
એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021 માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? – 3 કાંસ્ય પદક
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? – નોર્વે ના ઓસ્લો ખાતે
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021 માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? – બે એક સિલ્વર અને એક બ્રોન્ઝ
વર્લ્ડ રેસલિંગ ચેમ્યિપનશિપ 2021 માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તિબાજ કોણ બન્યા છે – અંશ મલિક
ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યું છે? – સ્મૃતિ મંધાના
ભારતના કયા ફૂટબોલરે 77મા ગોલ સાથે બ્રાઝિલના ખેલાડી પેલેની બરાબરી કરી હતી ?- સુનીલ છેત્રી
વર્ષ 2021 દરમિયાન IPLની કેટલામી ટુનામેન્ટનું આયોજન થયું હતું? – 14
IPL 2021માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? – 8
IPL 2021 વિજેતા ટીમનું નામ શું છે? – ચેન્નાઈ સુપર કિંગ્સ
IPL 2021ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કઈ ટીમને પરાજય આપીને આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી? – કોલકાતા નાઈટ રાઈડર્સ
IPL 2021ની ફાઈનલ મેચ કયા ગ્રાઉન્ડ પર યોજાઈ હતી?- શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ
IPL 2021ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો? – ડુ પ્લેસીસ
IPL 2021માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેય ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? – હર્ષલ પટેલ
IPL 2021 માં સૌથી વધુ રન માટેનો ઓરેન્જ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? – ઋતુરાજ ગાયકવાડ
IPL 2021માં સૌથી વધુ વિકેટ માટેના પર્પલ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? – હર્ષલ પટેલ
ઓસ્ટ્રેલિયાના કઈ મહિલા ક્રિકેટર ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યા છે? – એલિસા પેરી
15 October 2021 ના રોજ અવી બારોટનું નિધન થયું છે. તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? – ક્રિકેટ
ઓક્ટોબર, 2021 સુધીમાં આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીનું નામ જણાવો? – શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)
તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટને મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) નું આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે? – હરભજનસિંહ અને શ્રીનાથ
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના મીણના પુતળાનું દુબઈના કયા મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું ? – મશહૂર મેડમ તુસાદ
વર્લ્ડ બોક્સિંગ ચેપ્લિનશિપમાં રેડ – બ્લુના બદલે હવે કયા ગ્લોઝનો ઉપયોગ થશે ? – વ્હાઈટ
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? – સર્બિયા ના બેલગ્રેડ ખાતે
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021 માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? – 1 કાંસ્ય પદક (આકાશ કુમાર)
ડવેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિધ્ધ ઓલરાઉન્ડર ક્રિકેટર હતા? – વેસ્ટ ઇન્ડિઝ
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? – રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડને કોના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે? – રવિ શાસ્ત્રી
IPL માં તાજેતરમાં કેટલી નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે?- 2
IPL માં તાજેતરમાં કઈ બે નવી ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે? – અમદાવાદ અને લખનૌ
IPL માં સમાવેશ થનાર નવી ટીમ અમદાવાદની ફ્રેન્ચાઈઝી કોણે ખરીદી છે? – CVC Capital Partner
IPL માં સમાવેશ થનાર નવી ટીમ લખનૌની ફ્રેન્ચાઈઝી કોણે ખરીદી છે? – RPSG Group
ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2021માં કઈ ટીમ વિજેતા બની છે? – ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાએ કઈ ટીમને પરાજય આપી T-20 મેન્સ વર્લ્ડ કપ 2021 જીત્યો હતો – ન્યૂઝિલેન્ડ
ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2021માં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ” કોણ બન્યું છે? – ડેવિડ વોર્નર
ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી.? – દુબઈ ઈન્ટરનેશનલ
ICC મેન્સ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? – સૌરવ ગાંગુલી
એબી ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.તેઓ કયા દેશના પ્રસિદ્ધ ખેલાડી છે? – સાઉથ આફ્રિકા
કયા રેસિંગ ડ્રાઈવરે સાઓ પાલો (બ્રાઝિલ) ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટ જીતી છે? – લુઈસ હેમિલ્ટન
કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીને આ વર્ષે ” બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ” દ્વારા આપવામાં આવતો ” લાઈફટાઈમ અચીવમેન્ટ ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? – શ્રી પ્રકાશ પાદુકોણ
કઈ ભારતીય ખેલાડીએ વર્લ્ડ એથ્લેટિક્સ તરફથી ” વુમન ઓફ ધ યર ” એવોર્ડ જીત્યો છે? – અંજુ બોબી જ્યોર્જ
લિયોનેલ મેસ્સીએ કેટલામી વખત ” બેલોન ડી ઓર ” એવોર્ડ જીત્યો છે? – 7
કયા ભારતીય સ્કોવોશ ખેલાડી મલેશિયન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? – શ્રી સૌરવ ઘોષાલ
રામકુમાર રામનાથન જેમણે તાજેતરમાં તેનું પ્રથમ ચેલેન્જર લેવલ સિંગલ્સનું ટાઈટલ જીત્યું હતું, તે કઈ રમત સાથે સંકળાયેલા છે? – ટેનિસ
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021-22 માં કોણ વિજેતા બન્યું છે? – તમિલનાડુ
એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ કયા દેશના પ્રસિદ્ધ બોલર છે?- ન્યૂઝીલેન્ડ
વર્ષ 2021માં ટેનિસની પ્રસિદ્ધ ટૂર્નામેન્ટ ડેવિસ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? – રશિયા
કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ ” BWF વર્લ્ડ ટૂર 2021 ” ‘માં સિલ્વર મેડલ જીત્યો છે? – પી.વી.સિંધુ
કયા દેશે જાહેરાત કરી હતી કે બેઈજિંગ ઓલિમ્પિકમાં તેઓ તેમના અધિકારીઓને મોકલશે નહીં? – યુ.એસ.એ અને ઓસ્ટ્રેલિયા
ભારતના કયા ખેલાડીએ ” કોમનવેલ્થ વેઈટલિફિટંગ ચેમ્પિયનશિપ ” માં 81 કિગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? – અજય સિંહ
2021માં ભારતમાં Google પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિ કોણ હતું? – નીરજ ચોપરા
કોણે અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સમાં તેનું પ્રથમ ‘ફોર્મ્યુલા વન (FI) ટાઈટલ જીત્યુ છે? – મેક્સ વર્સ્ટાપેન
તાજેતરમાં કોનિકા લાયકનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? – શૂટિંગ
કયા ભારતીય શટલરે ” BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ” માં સિલ્વર મેડલ જીત્યો છે? – કિદમ્બી શ્રીકાંત
વિજય હજારે ટ્રોફી 2021-22 વિજેતા ટીમનું નામ જણાવો? – હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશે કઈ ટીમને હરાવીને ” વિજય હજારે ટ્રોફી 2021-22 ” જીતી લીધી છે? – તમિલનાડુ
વિજય હઝારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? – ક્રિકેટ
ભારતના કયા બોલરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે? – હરભજન સિંહે
અંડર-19 એશિયા કપ-2021 વિજેતા ટીમનું નામ જણાવો? – ભારત
ભારત કેટલામી વખત અંડર-19 એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે? – 8
અંડર-19 એશિયા કપ 2021નું આયોજન કયા દેશમાં થયું હતું? – યુ.એ.ઈ.
તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે તેના કેરિયરની 200 વિકેટ પૂર્ણ કરી હતી? – મોહમદ સામી
ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું આયોજન કયાં કરવામાં આવશે? – મધ્યપ્રદેશ
ખેલો ઈન્ડિયા ગેમ્સ 2022નું આયોજન કયા રાજ્યમાં થશે? – હરિયાણા
ભરત સુબ્રમણ્યમ ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા છે? – 73
IPLનું નવુ ટાઈટલ સ્પોન્સર (2022-23 માટે) કોણ બન્યું છે? – ΤΑΤΑ
તાજેતરમાં FIFA દ્વારા ” Best FIFA Football Awards ” ની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત ” શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર ” એવોર્ડ કોને એનાયત થયો છે? – રોબર્ટ લેવાન્ડોવસ્કી
તાજેતરમાં FIFA દ્વારા “ Best FIFA Football Awards ” ની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત ” શ્રેષ્ઠ ફિફા વિમેન્સ પ્લેયર ” એવોર્ડ કોને એનાયત થયો છે? – એલિક્સિયા પુટેલાસ
ભારતના કયા ખેલાડીને ” પરમ વિશિષ્ટ સેવા મેડલ ” એનાયત થયો છે? – નિરજ ચોપડા
નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે? – જેવેલિન થ્રો
કયા ભારતીય મહિલા ક્રિકેટર ની ICC તરફથી વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદગી થઈ છે? – મિતાલી રાજ
ઓસ્ટ્રેલિયા ઓપન 2022માં “ મેન્સ સિંગલ્સ ” ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? – રાફેલ નડાલ
ઓસ્ટ્રેલિયા ઓપન 2022માં ” વિમેન્સ સિંગલ્સ ” ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે?- એશ્લે બાર્ટી
વિશ્વમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર રાફેલ નડાલ છે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ટાઈટલ જીત્યા છે? – 21
તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને ” વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર ” થી સન્માનિત કરવામાં આવ્યા છે? – પી.આર. શ્રીજેશ
પી.આર. શ્રીજેશ કઈ રમત સાથે સંકળાયેલ છે? – હોકી
ભારત વિન્ટર ઓલિમ્પિકસનો રાજકીય બહિષ્કાર કરશે તે કયા દેશમાં યોજાવાનો છે? – ચીન
ન્યુઝીલેન્ડના કયા બેટ્સમેનને “ ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ ” એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? – શ્રી ડેરીલ મિશેલ
તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટીમ 1000મી વન-ડે મેચ રમનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે? – ભારત
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટઈન્ડિઝ સામે પોતાની 1000મી વન-ડે મેચ રમી ઈતિહાસ રચ્યો છે. આ 1000મી વન-ડે મેચ કયા સ્ટેડિયમમાં યોજાઈ હતી? – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022 માં કઈ ટીમ વિજેતા બની છે? – ભારત
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022 નું આયોજન કયા દેશમાં થયુ હતું? – વેસ્ટ ઈન્ડિઝ

Last 6 Months Sports Current Affairs Gujarati videos
Last 6 Months Sports Current Affairs Gujarati PDF Download
લેખક : નમસ્તે મિત્રો આ પોસ્ટ Last 6 Months Sports Current Affairs Gujarati | છેલ્લા 6 મહિનાના રમત-ગમતના કરંટ અફેર્સ ગુજરાતી ટીપ્સ ના ઑનર Rangpara Naresh દ્વારા લખાયેલ છે