નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના (Kumar Rajaratna Bhimrao Ambedkar Medical Assistance Scheme) ના આ પોસ્ટમાં મિત્રો આ પોસ્ટમાં ગુજરાત સરકાર ની યોજના કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના કોને કોને લાગું પડે છે કેટલી સહાય મળવા પાત્ર છે તેની જાણકારી આપવામાં આવેલી છે
Table of Contents
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
યોજનાનું નામ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
યોજનાનો મુખ્ય હેતુ : અસાધ્ય અને ગંભીર રોગ જેવા ટી.બી, કે અને રકતપિત્તથી પીડાતા અનુસૂચિત જાતિના દર્દીઓને સહાય ચુકવવાનો હેતુ.
યોજના કયા વર્ષે શરૂ થઈ : 1971
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના કોને મળવા પાત્ર છે
- અરજદારશ્રી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- ટી.બી, કેન્સર, એઈડ્સ અને રકતપિત્તના રોગના દર્દી જયાં સારવાર લેતાં હોય તેવા સરકારી ડૉક્ટર અથવા સરકાર માન્ય દવાખાના ના ડૉક્ટર નું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનુ રહેશે.
- આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/-.

સહાયનું ધોરણ
સ્ત્રીઓને થતા પાંડુરોગ માટે – રૂ.150/- કેસ દીઠ
પ્રસુતિના ગંભીર રોગના કેસમાં – રૂ.500/- કેસ દીઠ
ટી.બી માટે – રૂ.500/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી )
કેન્સર માટે – રૂ.1000/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી)
રકતપિત્ત માટે – રૂ.800/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી)
એચ.આઇ.વી માટે – રૂ.500/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી)
નોંધ : મિત્રો આ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના (Kumar Rajaratna Bhimrao Ambedkar Medical Assistance Scheme) યોજના વિશેની માહિતી ગુજરાત સરકારની વેબસાઈટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પરથી મેળવી છે આ યોજનાની વધુ માહિતી મેળવવા તમે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની વેબસાઈટ પરથી મેળવી શકશો
આ પણ જરૂર વાંચો