કિર્તીદાન ગઢવીના ડાયરા માં પ્રખ્યાત થયેલી કામા નું જીવન પરિચય | Kama ni biography

Kama ni biography (કમા નું જીવન પરીચય) : નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ટીપ્સની અમારી આ પોસ્ટમાં, તો મિત્રો આજે આપણે સોશિયલ મિડિયામાં ટુંક સમયમાં વાયરેલ થયેલા કમાભાઈ (કમો) જે અત્યારે યુટ્યુબ હોય કે ફેસબુક જ્યાં જુઓ ત્યા ગુજરાતની જનતા પાસે કમાનીજ વાત આવે કમાની મોજ એટલે કમાની મોજ તો ચાલો જોઈએ કે આ કમાભાઈ (કમો) કોણ છે અને તેના જીવનની રસપ્રદ વાતો

આ પણ જરૂર વાંચજો : 1000 અદ્ભુત તથ્યો ગુજરાતી ભાષામાં

કિર્તીદાન ગઢવીના ડાયરામાં પ્રખ્યાત થયેલા કમા નું જીવન પરીચય | Kama ni biography

કમા નું જીવન પરીચય | Kama ni biography

નામ કમલેશભાઈ (કમો)
પિતાનું નામ નરોત્તમ ભાઈ
ગામકોઠારિયા
તાલુકોવઢવાણ
જિલ્લોસુરેંદ્રનગર
રાજ્યગુજરાત
શોખરામામંડળ અને લોક ડાયરો
ફેવરીટ કલાકારકિર્તીદાન ભાઈ ગઢવી
ફેવરીટ ગીતઘરે જાવુ ગમતું નથી
હોમ પેજ ગૂજરાતી ટીપ્સ 

મિત્રો ગુજરાતના લોકડાયરામાં ભજન અને લોકગીતોના તાલે પોતાની કલા એટલે કે ડાંસ દ્વારા લોક ચાહના મેળવનાર કમા નું સાચુ નામ કમલેશભાઈ નરોત્તમ ભાઈ નકુમ છે, કમલેશ ભાઈ સુરેંદ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામના વતની છે

કિર્તીદાન ભાઈ એ ઓળખેલ માનવ રતન

બાળકોને ભગવાનનું બીજુ સ્વરૂપ ગણવામાં આવે છે પણ એમાંય દિવ્યાંગ બાળકો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ગણાય કમલેશ ભાઈ જન્મથીજ મંદ બુદ્ધિના છે ભગવાન કમલેશ ભાઈને હરપળ ખુશ રાખે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે કીર્તિદાન ગઢવી ની મહાનતા ને પણ વંદન, આત્મા ની ઓળખ પામી ગયો હોય , એવો ઓછાબોલા ” કમા ” કિર્તીદાન ભાઈ એ ઓળખેલ માનવ રતન છે. ધન્યવાદ છે ઉચ્ચ કોટિના કલાકારો જે નાના ની ગણના  કરી  ને સાથે  માન  પણ આપે છે 

કમલેશભાઈ ” કમો ” પોતાના જીવનનો વધુ સમય પોતાના જ ગામ કોઠારિયામાં આવેલો શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ માં વિતાવે છે ” કમો ” નાનપણથીજ રામામંડળ અને ડાયરાનો શોખીન છે અને પોતે ગાવાનો પણ શોખીન છે

કમો વાયરલ કયારે થયો

મિત્રો તમે જાણવા ઈચ્છુક હશો કે કમો લોકડાયરામાં અને સોશિયલ મિડિયામાં વાયરલ કેવી રીતે થયો મિત્રો તમને જણાવીએ કે જ્યારે કમાભાઈના ગામમાં આવેલો શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળામાં વજાબાપાની તીથી નિમિતે એક ડાયરાનું આયોજન કરેલ જેમાં કિર્તિદાન ગઢવીના ભજન પર કમો ઉભો થઈને ડિસ્કો કરવા લાગ્યો આ વિડિયો યુટ્યુબ માં અને સોશિયલ મિડિયામાં ખુબજ વાયરલ થયેલ જેના કારણે કમલેશ ભાઈ ” કમો ” સમગ્ર ગુજરાતીઓમાં એક સેલિબ્રીટી ની જેમ વસી ગયા 

કમાની લોક ચાહના

મિત્રો તમને વધુ જણાવીએ કે હવે લગભગ કલાકારો કમાભાઈને પોતાના પ્રોગ્રામમાં સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવે છે અને કમાભાઈ તેના ભજનો અને ગીતો પર ડાંસ કરે છે આમ જોતા આપણને પણ એવું લાગે છે કે જો કમાભાઈ જે પ્રોગ્રામમાં હોય એ  પ્રોગ્રામમાં કાય ઘટે જ નહીં  

કમા નું જીવન પરીચય | Kama ni biography videos

આ પણ વાંચો: દ્રૌપદી મુર્મુ ની બાયોગ્રાફી

Leave a Comment