નમસ્તે મિત્રો આ પોસ્ટ માં આપણે Gujarat Nu Nadi Tantra, ગુજરાતનું નદી તંત્ર, Gujarat River Map , વિશેની તમામ માહિતી આપવાની કોશીશ કરી છે જે આવનારી ગુજરાતની સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે
Table of Contents
Gujarat Ni Nadio Map PDF
Gujarat Nu Nadi Tantra | ગુજરાતનું નદી તંત્ર વિશેના પ્રશ્નો
ગુજરાતમાં કુલ નદીઓની સંખ્યા કેટલી છે? – 185
ગુજરાતના નદી તંત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? – 3
ગુજરાતના નદી તંત્રને કયા કયા ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે? – તળ ગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ
તળ ગુજરાતમાં કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે? – બનાસકાંઠા થી લઈને વલસાડ સુધી
તળ ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? – 17
તળ ગુજરાત નું નદી તંત્ર કેવી પ્રણાલી ધરાવે છે? – વૃક્ષાકાર
તળ ગુજરાતની નદીઓમાં કેટલા ભાગ પડે છે? – 3
તળ ગુજરાતની નદીઓમાં કયા કયા ભાગ પડે છે? – ઉત્તર ગુજરાતની નદી, મધ્ય ગુજરાતની નદી અને દક્ષિણ ગુજરાતની નદીઓ
બનાસ નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – રાજસ્થાન રાજ્યના શિહોરી જિલ્લાના ઉદેપુરની અરવલ્લી પર્વતમાળા ટેકરીઓના શિરવાણના ડુંગરમાંથી
બનાસ નદી ગુજરાતના કયા કયા જિલ્લામાંથી વહે છે? – બનાસકાંઠા, પાટણ અને કચ્છ
બનાસ નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? – દાંતીવાડા ડેમ
બનાસ નદી પર દાંતીવાડા ડેમ ગુજરાતના કયા જિલ્લામાં બાંધવામાં આવ્યો છે? – બનાસકાંઠા
દાંતીવાડા ડેમ ની ઊંચાઈ અને લંબાઈ કેટલી છે? – ડેમની ઊંચાઈ 61 મીટર અને લંબાઈ 4832 મીટર છે
ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? – બનાસ નદી
બનાસ નદીની કુલ લંબાઈ કેટલી છે? – 266 કિ.મી
ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી કઈ છે? – બનાસ નદી
કુંવારિકા અથવા કુંવારી નદી કોને કહેવાય છે? – જે નદી દરીયાને બદલે રણ અથવા બીજી નદીમાં સમાઈ જતી હોય તેવી નદીને
બનાસ નદીનો અંત કયાં થાય છે? – કચ્છના નાના રણમાં
ગુજરાતમાં સરસ્વતી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – બનાસકાંઠા, પાટણ અને કચ્છ
સરસ્વતી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – અંબાજી નજીક આવેલા કોટેશ્વર પાસેના ડુંગરમાંથી
સરસ્વતી નદી પર કયો બંધ આવેલો છે? – મોકેશ્વર ડેમ
ગુજરાતની સૌથી પ્રાચીન અને કુંવારિકા નદી કઈ છે? – સરસ્વતી નદી
સરસ્વતી નદી ની લંબાઈ કેટલી છે? – 360 કી.મી
સરસ્વતી નદીનો અંત કયાં થાય છે? – કચ્છના નાના રણમાં
ગુજરાતમાં રૂપેણ નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – સાબરકાંઠા, મહેસાણા, પાટણ
રૂપેણ નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા નજીકના તારંગા ટેકરીઓ
રૂપેણ નદીની લંબાઈ કેટલી છે? – 156 કિમી
રૂપેણ નદીનો અંત કયાં થાય છે? – કચ્છના નાના રણમાં
ગુજરાતમાં સાબરમતી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ
સાબરમતી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં
સાબરમતી નદીની લંબાઈ કેટલી છે? – 371 કિમી
સાબરમતી નદી પર કયા કયા બંધો આવેલા છે? – ધરોઈ બંધ, વાસણા બેરેજ, સેઇ બંધ, હરણાવ બંધ, હાથમતી બંધ, ગુહાઇ બંધ
સાબરમતી નદીનો અંત કયાં થાય છે? – ખંભાતના અખાત થકી અરબી સમુદ્રમાં
ગુજરાતમાં મહી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ
મહી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું મિન્ડા ગામ
મહી નદી પર કયા કયા બંધો આવેલા છે? – વણાકબોરી, કડાણા અને બાંસવારા
મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? – મહી નદી
ગુજરાતની કઈ નદી કર્કવૃત ને વે વાર ઓળંગે છે? – મહી નદી
મહી નદીની કુલ લંબાઈ કેટલી છે? – 580 કિમી
મહી નદીનો અંત કયાં થાય છે? – અરબી સમુદ્રમાં
ગુજરાતમાં વિશ્વામિત્રી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે?- વડોદરા પંચમહાલ
વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – પાવાગઢના ડુંગરમાંથી
વિશ્વામિત્રી નદી પર કયો બંધ આવેલો છે? – આજવા
ગુજરાતમાં મગરોની નદી તરીકે કઈ નદી ઓળખાય છે? – વિશ્વામિત્રી નદી
વિશ્વામિત્રી નદીનો અંત કયાં થાય છે? – ઢાઢર નદીમાં
ગુજરાતમાં નર્મદા નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – નર્મદા, વડોદરા, ભરુચ
નર્મદા નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં
નર્મદા નદી પર કયો બંધ આવેલો છે? – સરદાર સરોવર
નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે? – 1312 કિ.મી
નર્મદા નદીનું પ્રાચીન નામ શું છે? – રેવા
નર્મદા નદીનો અંત કયાં થાય છે? – અલિયાબેટ નજીક ખંભાતના અખાતમાં
ગુજરાતની જળ જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી કઈ છે? – નર્મદા નદી
ગુજરાતમાં કીમ નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – કીમ અને ઓલપાડ
કીમ નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ સાતપુડાના ડુંગરોમાં આવેલ ઝરણાવાડી ગામ પાસે
કીમ નદીની કુલ લંબાઈ કેટલી છે? – 107 કિમી
કીમ નદીનો અંત કયાં થાય છે? – ખંભાતના અખાત
ગુજરાતમાં તાપી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – તાપી, સુરત
તાપી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાં
તાપી નદીની કુલ લંબાઈ કેટલી છે? – 724 કિ.મી
તાપી નદી પર કયા કયા બંધો આવેલા છે? – ઉકાઈ (તાપી) કાકરાપાર (સુરત)
સુર્ય દેવની પુત્રી તરીકે કઈ નદી ઓળખાય છે? – તાપી નદી
તાપી નદીનો જન્મદિવસ કયારે ઉજવાય છે? – 11 જુલાઈ
તાપી નદીનું પ્રાચિન નામ શું છે? – તાપ્તી અને સુર્યપુત્રી
તાપી નદીનો અંત કયાં થાય છે? – અરબી સમુદ્ર
ગુજરાતમાં પુર્ણા નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – ડાંગ, નવસારી
પુર્ણા નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – સહ્યાદ્રિ પર્વતમાળા માં પિપલદહાડ
પુર્ણા નદીની કુલ લંબાઈ કેટલી છે? – 180 કિ.મી
પુર્ણા નદી પર કયો બંધ આવેલો છે? – પુર્ણા ડેમ (નવસારી)
પુર્ણા નદી બીજા કયા નામે ઓળખાય છે? – પયોશિણી
પુર્ણા નદીનો અંત કયાં થાય છે? – આરબ સાગરમાં
ગુજરાતમાં અંબિકા નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – ડાંગ, નવસારી, વલસાડ
અંબિકા નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – સાપુતારાના ડુંગરોમાં
અંબિકા નદીની કુલ લંબાઈ કેટલી છે? – 136 કિ.મી
અંબિકા નદીનો અંત કયાં થાય છે? – આરબ સાગરમાં
ગુજરાતમાં ઔરંગા નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – વલસાડ
ઔરંગા નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – ધરમપુરના ડુંગરમાંથી
ઔરંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? – 97 કિ.મી
ઔરંગા નદીનો અંત કયાં થાય છે? – આરબ સાગરમાં
ગુજરાતમાં કોલક નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – ડાંગ, નવસારી
કોલક નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ પાસેથી
કોલક નદીની કુલ લંબાઈ કેટલી છે? – 50 કિ.મી
ગુજરાતની કઈ નદી માંથી મોતી આપતી કાલૂ માછલી મળી આવે છે? – કોલક નદી
કોલક નદી નદીનો અંત કયાં થાય છે? – અરબી સમુદ્ર
ગુજરાતમાં દમણગંગા નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – વલસાડ
દમણગંગા નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – અંબેગાંવ નજીક સહ્યાદ્રી ટેકરીઓમાં (મહારાષ્ટ્ર)
દમણગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? – 131 કિ.મી
દમણગંગા નદી પર કયો બંધ આવેલો છે? – મધુબન બંધ
દમણગંગા નદીનો અંત કયાં થાય છે? – અરબી સમુદ્ર
દક્ષિણ ગુજરાતની છેલ્લી નદી કઈ છે? – દમણગંગા
દક્ષિણ ગુજરાતની કઈ નદીમાં ઘોડાપુર આવે છે? – દમણગંગા
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલી નદીઓ વહે છે? – 71
સૌરાષ્ટ્રની સૌથી મહત્વની નદી કઈ છે? – ભાદર
ગુજરાતમાં ભાદર નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – રાજકોટ, પોરબંદર, જુનાગઢ
ભાદર નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – જસદણની ઉત્તરે આવેલા મંદાર ડુંગરમાંથી
ભાદર નદી પર કયા કયા બંધો આવેલા છે? – ભાદર ડેમ, નીલાખા ડેમ, શ્રીનાથગઢ ડેમ
ભાદર નદીની કુલ લંબાઈ કેટલી છે? 200 કિ.મી
ભાદર નદીનો અંત કયાં થાય છે? – અરબી સમુદ્ર
ગુજરાતમાં શેત્રુંજી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – ભાવનગર, અમરેલી
શેત્રુંજી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – ગીરના જંગલમાં આવેલ ચાંચાંઇ ટેકરીમાં
શેત્રુંજી નદીની કુલ લંબાઈ કેટલી છે? 227 કિ.મી
શેત્રુંજી નદી પર કયા કયા બંધો આવેલા છે? – રાજસ્થળી (ભાવનગર), ખોડિયાર (અમરેલી) શેત્રુંજી બંધ
શેત્રુંજી નદીનો અંત કયાં થાય છે? – અરબી સમુદ્ર
ગુજરાતમાં ઘેલો નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – બોટાદ, ભાવનગર,
ઘેલો નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – ઘેલા સોમનાથ નજીક ફુલઝરના જંગલમાં
ઘેલો નદીની કુલ લંબાઈ કેટલી છે? – 118 કિ.મી
ઘેલો નદીનો અંત કયાં થાય છે? – ખંભાતના અખાતમાં
સૌરાષ્ટ્રની કઈ નદીને ઉન્મત ગંગા તરીકે ઓળખવામાં આવે છે? – ઘેલો નદી
ગુજરાતમાં સૂકભાદર નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ
સૂકભાદર નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – મદાવા ડુંગરમાંથી
સૂકભાદર નદીની કુલ લંબાઈ કેટલી છે? – 194 કિ.મી
સૂકભાદર નદીનો અંત કયાં થાય છે? – ખંભાતના અખાતમાં
ગુજરાતમાં વઢવાણ ભોગાવો નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – સુરેન્દ્રનગર
વઢવાણ ભોગાવો નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી
વઢવાણ ભોગાવો નદી પર કયા કયા બંધો આવેલા છે? – નાયકા, ધોળીધજા
વઢવાણ નદીનો અંત કયાં થાય છે? – નળ સરોવરમાં
ગુજરાતમાં લીંબડી ભોગાવો કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – સુરેન્દ્રનગર
લીંબડી ભોગાવો નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી
લીંબડી ભોગાવો નદી પર કયા કયા બંધો આવેલા છે? – થોરીયાળ
લીંબડી ભોગાવો નદીનો અંત કયાં થાય છે? – સાબરમતી નદીને મળે છે
સૌરાષ્ટ્રની એકમાત્ર નદી કઈ છે જે સાબરમતી નદીને મળે છે? – લીંબડી ભોગાવો
ગુજરાતમાં મચ્છુ નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – રાજકોટ, મોરબી
મચ્છુ નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી
મચ્છુ નદી પર કયા કયા બંધો આવેલા છે? – મચ્છુ -1 અને મચ્છુ -2
મચ્છુ નદીની કુલ લંબાઈ કેટલી છે? 141 કિ.મી
મચ્છુ નદી નો અંત કયાં થાય છે? – કચ્છના નાના રણ માં
કચ્છના નાના રણમાં મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? – મચ્છુ નદી
મચ્છુ નદી માં જળ હોનારત કયારે થયું હતું? – 11 ઓગસ્ટ 1979
11 ઓગસ્ટ 1979 ના રોજ મચ્છુ નદીનો કયો બંધ તુટ્યો હતો? – મચ્છુ -2
ગુજરાતમાં આજી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – રાજકોટ
આજી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરમાંથી
આજી નદી પર કયા કયા બંધો આવેલા છે? – આજી ડેમ (રાજકોટ)
આજી નદીની કુલ લંબાઈ કેટલી છે? 102 કિ.મી
આજી નદી નો અંત કયાં થાય છે? – જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર) માં
કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? – આજી નદી
ગુજરાતમાં ઊંડ નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – જામનગર
ઊંડ નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – કાલાવડ નજીક લોધિકા ટેકરીઓ પર
ઊંડ નદીની કુલ લંબાઈ કેટલી છે? 80 કિ.મી
ઊંડ નદી પર કયા કયા બંધો આવેલા છે? – ઊંડ-1 અને ઊંડ-1
ઊંડ નદીનો અંત કયાં થાય છે? – કચ્છના અખાતમાં
ગુજરાતના કચ્છ વિસ્તારમાં કુલ કેટલી નદીઓ વહે છે? – 97
કચ્છની નદીઓને કયા બે વિસ્તારમાં વહેંચવામાં આવી છે? – ઉત્તરવાહિની અને દક્ષિણ વાહિની
ગુજરાતમાં ખારી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – કચ્છ
ખારી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – મધ્યધારના ચાડવા ડુંગરમાંથી
ખારી નદી પર કયા કયા બંધો આવેલા છે? – જાંગડીયા બંધ અને રુદ્રમાતા બંધ
ખારી નદીની કુલ લંબાઈ કેટલી છે? 50 કિ.મી
ખારી નદીનો અંત કયાં થાય છે? – કચ્છના મોટા રણમાં
ગુજરાતમાં રૂકમાવતી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – કચ્છ
રૂકમાવતી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – ભુજ તાલુકાના રામપર-વેકરા ગામમાંથી
રૂકમાવતી નદી પર કયા કયા બંધો આવેલા છે? – વિજય સાગર
રૂકમાવતી નદીની કુલ લંબાઈ કેટલી છે? 50 કિ.મી
કચ્છની કઈ નદીના કિનારે કારતક સુદ પુનમનાં દિવસે ગંગાજીનો મેળો ભરાય છે? – રૂકમાવતી નદી
રૂકમાવતી નદીનો અંત કયાં થાય છે? – કચ્છના અખાતમાં
ગુજરાતમાં કંકાવટી નદી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? – કચ્છ
કંકાવટી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં આવેલું છે? – ભીમપુર ગામ નજીક
કંકાવટી નદીની કુલ લંબાઈ કેટલી છે? 40 કિ.મી
કંકાવટી નદી પર કયા કયા બંધો આવેલા છે? – કંકાવટી બંધ
કંકાવટી નદીનો અંત કયાં થાય છે? – કચ્છના અખાત
ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો કયો છે? – કચ્છ
કચ્છ જિલ્લામાં કેટલી નદીઓ વહે છે? – 97
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? – સાબરમતી
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? – નર્મદા
ગુજરાતમાંથી ઉદ્દ્ભવતી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? – ભાદર
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? – ભાદર
નર્મદા નદીની જુડવા નદી તરીકે કઈ નદી ઓળખાય છે? – તાપી
ગુજરાતમાં તાપી નદીનો પ્રવેશ કયા જિલ્લામાંથી થાય છે? – હરણફાળ (તાપી જિલ્લો)
ગુજરાતમાં નર્મદા નદીનો પ્રવેશ કયા જિલ્લામાંથી થાય છે? – હાંફેશ્વર (નર્મદા જિલ્લો)
ગુજરાતની જીવાદોરી સમાન કઈ નદી ગણવામાં આવે છે? – નર્મદા
ગુજરાતની કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે? – તાપી
ગુજરાતની કુંવારીકા નદી તરીકે કઈ કઈ નદીઓ ઓળખાય છે? – બનાસ, રૂપેણ અને સરસ્વતી
સૌરાષ્ટ્રની કુંવારીકા નદી તરીકે કઈ કઈ નદીઓ ઓળખાય છે?- મચ્છું, બ્રહ્માણી અને ફાલકું

Gujarat Nu Nadi Tantra Videos
આ પણ જરૂર વાંચો
1 | કરંટ અફેર્સ |
2 | ICC મહિલા વિશ્વ કપ 2022 ના કરંટ અફેર્સ |
3 | ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓ |
4 | પદ્મ પુરસ્કાર 2022 વિજેતાની યાદી |
લેખક : મિત્રો આ પોસ્ટ Gujarat Nu Nadi Tantra | ગુજરાતનું નદી તંત્ર | Gujarat River Map રંગપરા નરેશ દ્વારા લખેલ છે મિત્રો વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો : Gujarati Tips