નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું Best Gujarati Jokes 2022 | શ્રેષ્ઠ ગુજરાતી જોક્સ 2022 ના આ પોસ્ટમાં મિત્રો તમને અમારા આ બેસ્ટ ગુજરાતી જોક્સ તમને પેટ પકડીને હસાવશે એ અમારી ગેરંટી જો તમને અમારા ગુજરાતી જોક્સ પસંદ આવ્યા હોય તો જરૂર શેયર કરજો આભાર
Best Gujarati Jokes 2022 | શ્રેષ્ઠ ગુજરાતી જોક્સ 2022

મિત્રો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી અને શિક્ષકના કેટલાક મજેદાર અને રમુજી કેટલાક ગુજરાતી જોક્સો વાંચીશું
Best Teacher Jokes in Gujarati | શ્રેષ્ઠ શિક્ષક જોક્સ ગુજરાતીમાં
ટીચર એ ક્લાસ માં પપ્પુ ને પૂછ્યું,
ટીચર : – કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ – જેને ઉતાવળ હોય એ ઉડે…
ટીચર એ પપ્પુના માથા માં છુટુ ડસ્ટર માર્યું

ટીચર મેડમ – ભુરા તું બોવ તોફાઈ કરે છે, જો હું એક દિવસ તારી મમ્મી હોત તો, તને મારી મારી ને સીધો કરી નાખત
ભુરો : સારુ ટિચર હું કાલે મારા પપ્પાને પુંછ્તો આવીશ..

ટીચર: જે વ્યક્તિ પોતાની વાત બીજાને સમજાવી ન શકે તેને ગધેડો કહેવાય, ભુરો: સાહેબ હું કઈ સમજ્યો નહીં……
ટીચર: બોલ ભુરા આપણા બધાના બ્લડ (લોહી) ના ગ્રુપ જુદા જુદા કેમ હોય છે?
ભુરો : આ પણે રોજ ને રોજ એક જ શાક થોડૂં ખાઈએ છીએ. માટે મચ્છર ને પણ અલગ-અલગ સ્વાદ જોઈએ ને..

ટીચરે ભુરા ને પૂછ્યું : સ્કૂલ એટલે શું?
ભુરા એ બહુ સરસ જવાબ આપ્યો : સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં અમારા બાપાને લૂંટવામાં આવે છે અને અમને પીટવામાં આવે છે…

નિશાળે ટીચરે પ્રકાશ વિષે સમજાવવા માટે એક મીણબત્તી સળગાવી અને વિધ્યાર્થીઓને પૂછ્યું બોલો છોકરાઓ આ પ્રકાશ આવ્યો ક્યાંથી?
કોઈએ જવાબ આપ્યો નહીં પણ છેલ્લી બેંચ પર બેઠેલો ભુરો ખબ ખબ કરતો આવી મીણબત્તીને ફુંક મારી ઓલવી નાંખી અને પુંછ્યું ટીચર આ પ્રકાશ ગયો ક્યાં….

ભુરાને ગઈકાલે મારા ૧૦મા ધોરણ ના ગણિત ના શિક્ષક મળ્યા.
ભુરો પગે પડ્યો થોડી વાત ચીત કરી અને એમનો મોબાઇલ નંબર માંગ્યો.
શિક્ષક: – લખ ભુરા નવ અબજ ચોરાસી કરોડ બ્યાસી લાખ સત્તાવીસ હજાર પાંચસો પીસતાલીસ ભુરો ફરી પગે પડીને હાલતો જ થઈ ગયો

ભુરો : પપ્પા, કાલે ટીચરે સ્કૂલમાં કુલ્ફી લઈને આવવાનું કીધું છે.
પિતાજીઃ અરે પણ સ્કૂલે કેવી રીતે લઈને આવવું ? હું સ્કૂલે પહોંચીશ ત્યાં સુધીમાં તો કુલ્ફી ઓગળી પણ જશે.
બીજા દિવસે સવારે સ્કૂલમાં
પિતાજીઃ નમસ્કાર ટીચર. લ્યો આ તમારા માટે એકદમ ઠંડી-ઠંડી કુલ્ફી લઈને આવ્યો છું.
ટીચર : કુલ્ફી? શા માટે? કોને કિધુ હતું?
પિતાજીઃ તમે ભુરાને સ્કૂલે લઈને આવવાનું કહ્યું હતું ને એટલે.
ટીચર : મેં કુલ્ફી નહીં પણ સ્કૂલ ફી લાવવાનું કહ્યું હતું…….

નિશાળે ટીચરે પપ્પુ ને પૂછયું કે આજે દેશને શેની જરૂર છે.
પપ્પુ : આજે દેશને બહાદુર અને મહાન 300 વ્યક્તિની જરૂર છે.
ટીચર : 300 વ્યક્તિઓ જ કેમ પપ્પુ?
પપ્પુ : આપણાં ભારતમાં 60- 65 મહાન વ્યક્તિઓ તો છે જ તેની જન્મ જયંતીએ રજા રે છે તેમ. હજી બીજ 300 જેવા મહાન વ્યક્તિઓ બની જાય તો આખું વરસ રજા મળી જાયને….

સાહેબ ભુરા ને : મેં કાલે તને ગધેડા ઉપર નિબંધ લખવાનું કહ્યું હતું તે લખીને લાવ્યો?
ભુરો સાહેબ ને : મેં ગધેડા ઉપર નિબંધ લખવા માટે જેવી પેન્સિલ કાઢી ને ત્યાં તો ગધેડો જ ભાગી ગયો
એકવાર સાહેબે ક્લાસમાં ભુરાને પૂછ્યું : 1 થી 10 સુધી એકડા બોલ
ભુરો: 1,2,3,4,6,7,8,9,10
સાહેબ: 5 ક્યાં ગ્યાં?
ભુરો: સાહેબ કાલે સમાચારમાં આવ્યું હતું કે ” 5 ” એક્સીડેન્ટમાં મરી ગયા

શિક્ષક : આપણી નિશાળ ને આપણે સ્વચ્છ કેવી રીતે રાખી શકીએ?
વિદ્યાર્થી : સાહેબ ઘરે રહીને
ટિચર મગન ને કહે બોલ મગન એક મહિલા 1 કલાકમાં 50 રોટી બનાવે છે. તો ૩ મહિલા 1 કલાકમાં કેટલી રોટલી બનાવશે…
મગન: એક પણ નહીં, કારણ કે ત્રણેય ફક્ત વાતો જ કરશે.
