નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ Banas River in Gujarat | બનાસ નદી ગુજરાત ના આ પોસ્ટમાં તો આપણે આ પોસ્ટમાં બનાસ નદી વિશેની સંપુર્ણ માહિતી જાણીશું તો ચાલો જોઈએ
આ પણ જરૂર વાંચજો : ગંગા નદી તંત્ર ( Ganga River System in Gujarati )
Table of Contents
Banas River in Gujarat | બનાસ નદી ગુજરાત
દેશ | ભારત |
રાજ્ય | રાજસ્થાન, ગુજરાત |
જિલ્લા | બનાસકાંઠા, પાટણ, કચ્છ |
ઉદ્દ્ગમ સ્થાન | અરવલ્લી પર્વતમાળા ના શિરવાણના ડુંગરમાંથી રાજસ્થાન |
કુલ લંબાઈ | 266 કી.મી |
ઉપનદીઓ | ડાબી બાજુ ખારી નદી, સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી અને જમણી બાજુ સીપુ નદી |
બંધ (ડેમ) | દાંતીવાડા બંધ |
નદીનો અંત | કચ્છ ના નાના રણમાં |
નદી કાંઠાના મુખ્ય ગામો | દાંતીવાડા, ડીસા, અમીરગઢ, ધોળકડા, ભડથ, કુંડી, બાપલા |
મિત્રો બનાસ નદી નો જન્મ ભારતના રાજસ્થાન રાજ્યમાંથી થાય છે. બનાસ નદી નું ઉદ્દ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં આવેલ ઉદેપુરની અરવલ્લી પર્વતમાળા ટેકરીઓના શિરવાણના ડુંગરમાંથી થાય છે
મિત્રો તમને બીજુ જણાવું કે ગુજરાત માં જે બનાસ નદી વહે છે તે પશ્ચિમ બનાસ નદી તરીકે ઓળખાય છે કારણ કે બનાસ નદીનો એક ભાગ સંપૂર્ણપણે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. અને આ બનાસ નદી ચંબલ નદી અને યમુના નદીની ઉપનદી છે, જે બાદમાં ગંગા નદીમાં ભળી જાય છે.
આ બનાસ નદીની કુલ લંબાઈ આશરે 512 કિલોમીટર છે જ્યારે ગુજરાત માં વહેતી બનાસ નદીની કુલ લંબાઈ આશરે 266 કી.મી જેટલી છે
” બનાસ ” નામનો શાબ્દિક અનુવાદ ” વન-આશા ” (બાન-આસ) તરીકે થાય છે જેનો અર્થ થાય છે ” જંગલની આશા ” અથવા ” વન કી આશા “
મિત્રો આપણે વાત કરવી છે પશ્ચિમ બનાસ નદીની મિત્રો પશ્ચિમ બનાસ નદીનો વોટરશેડ વિસ્તાર આશરે 1,876 ચોરસ કિલોમીટર છે.અને આ નદીની લંબાઈ 266 કિલોમીટર છે, જેમાંથી 50 કિલોમીટર રાજસ્થાનમાં છે, બાકીની ગુજરાતમાં છે.
બનાસ નદીના બંધ
મિત્રો બનાસ નદી પર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ગામ નજીક એક બંધ બાંધવામાં આવેલો છે જે બંધ નું નામ દાંતીવાડા બંધ છે આ બંધ બનાસ નદીના 105 કી.મી. ના અંતરે આવેલો છે આ બંધનો વિસ્તાર લગભગ 2862 ચોરસ કિ.મી. છે. આ બંધનું બાંધકામ મુખ્યત્વે સિંચાઇ અને પૂર નિયંત્રણના હેતુથી 1965 માં કરવામાં આવ્યું હતું
બનાસ નદીની સહાયક નદીઓ
મિત્રો બનાસ નદીની સહાયક નદીઓની વાત કરીએતો બનાસ નદીની મુખ્ય સાત સહાયક નદીઓ છે જેમ કે બનાસ નદીની જમણી બાજુ સીપુ નદી છે અને ડાબી બાજુ ખારી નદી, સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદીઓ આવેલી છે
બનાસ નદીના કાંઠે આવેલાં ગામો
મિત્રો બનાસ નદીના કાંઠે આમતો અનેક ગામડાઓ આવેલા છે પરંતું આપણે મુખ્ય મુખ્ય ગામડાઓની વાત કરીએ તો દાંતીવાડા, ડીસા, અમીરગઢ, ધોળકડા, ભડથ, કુંડી અને બાપલા જેવા ગામો આવેલા છે

તો મિત્રો અમારી આ Banas River in Gujarat | બનાસ નદી ગુજરાત વાળી પોસ્ટ તમને કેવી લાગી અમને જરૂર જણાવજો તથા મિત્રો અગત્યની પી.ડી.એફ બુફ ડાઉનલોડ કરવા અમારી ટેલિગ્રામ ચેનલ જરૂર જોઈન કરજો આભાર
આ પણ જરૂર વાંચો :
મુખ્ય સેવિકા, મલ્ટિ-પર્પઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ આરોગ્યલક્ષી પ્રશ્નો