Best April 2022 Current Affairs in Gujarati | એપ્રિલ 2022 કરંટ અફેર્સ

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ April 2022 Current Affairs in Gujarati | એપ્રિલ 2022 કરંટ અફેર્સ ના આ પોસ્ટમાં તો મિત્રો આ પોસ્ટમાં તમને આવનારી તમાન સ્પર્ધાત્મક પરિક્ષા જેવી કે ગ્રામ સેવક અને મુખ્યસેવિકા જેવી પરિક્ષાઓ માટે ખુબજ અગત્યના કરંટ અફેર્સ (વર્તમાન બાબતો) છે તો ચાલો જોઈએ

April 2022 Current Affairs in Gujarati | એપ્રિલ 2022 કરંટ અફેર્સ

તાજેતરમાં ભારતના કયા રાજયમાં સૌથી વધુ બેરોજગારી દર નોંધાયો છે?

હરિયાણા

  • હરિયાણા ની રાજધાની ચંદીગઢ છે
  • હરિયાણા ના વર્તમાન રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય છે
  • હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર છે
તાજેતરમાં ‘બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ’ માટેનો ” ગ્રેમી એવોર્ડ 2022 ” પુરસ્કાર કોણે જીત્યો છે?

ફાલ્ગુની શાહ

  • ગ્રેમી એવોર્ડ યુનાઇટેડ સ્ટેટ્સની નેશનલ એકેડેમી ઓફ રેકોર્ડિંગ આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવે છે
  • આ એવોર્ડ રેકોર્ડિંગ ઉદ્યોગમાં કલાત્મક સિદ્ધિ મેળવા માટે દર વર્ષે આપવામાં આવે છે
  • પ્રથમ પુરસ્કાર 1959 માં આપવામાં આવ્યો હતો
  •  ફાલુ ઉર્ફે ફાલ્ગુની શાહ નો જન્મ મુંબઈમાં થયો હતો 
  • ફાલ્ગુની શાહ ગાયક અને ગીતકાર છે
  • તેણીએ તેના આલ્બમ ” એ કલરફુલ વર્લ્ડ ” માટે શ્રેષ્ઠ ચિલ્ડ્રન આલ્બમનો ગ્રેમી એવોર્ડ 2022 જીત્યો છે
તાજેતરમાં મિયામી ઓપન ટેનિસનો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે?

પોલેન્ડ ની ઈગા સ્વિત્યેક

  • મેન્સ સિંગલ્સ નો ખિતાબ સ્પેનના કાર્લોસ અલ્કારાઝે જીત્યો છે
  • મેન્સ ડબલ્સ નો ખિતાબ પોલેન્ડના હુબર્ટ હુર્કાઝ અને યુનાઇટેડ સ્ટેટ્સના જ્હોન લિસનરે
  • વિમેન્સ ડબલ્સ નો ખિતાબ જર્મનીની લૌરા સિગેમન્ડ અને રશિયાની વેરા ઝ્વોનારેવાએ જીત્યો છે
  • મિયામી ઓપન ટેનિસની શરૂઆત 1985 થી થઈ હતી
દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં સુરત શહેર કેટલામાં સ્થાને રહ્યું છે?

પ્રથમ

  • સુરત એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યનું એક શહેર છે
  • સુરત શહેર તાપી નદીના કિનારે વસેલું છે
  • સુરત શહેર વર્તમાન મેયર હેમાલી બોઘાવાલા છે
  • સુરત શહેર વર્તમાન મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની છે
  • સુરત શહેર વર્તમાન પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટ છે
તાજેતરમાં વિક્ટર ઓર્બન કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે?

હંગેરી

  • વિક્ટર મિહાલી ઓર્બાનનો જન્મ 31 મે 1963 હંગેરીમાં થયો હતો
  • હંગેરીની રાજધાની અને સૌથી મોટું શહેર બુડાપેસ્ટ છે
તાજેતરમાં કયા રાજયમાં આવેલો ચંદ્રપૂર જિલ્લો વિશ્વનું ત્રીજું સૌથી ગરમ સ્થળ બન્યું છે?

મહારાષ્ટ્ર

  • મહારાષ્ટ્ર ની સ્થાપના 1 મે 1960 રોજ થઈ હતી
  • મહારાષ્ટ્ર ની રાજધાની મુંબઈ અને શિયાળામાં નાગપુર
  • મહારાષ્ટ્રનું સૌથી મોટું શહેર મુંબઈ છે
  • મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી છે
  • મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે
તાજેતરમાં 83મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપની મેજબાની કોણ કરશે?

મેઘાલય

  • મેઘાલયની સ્થાપના 21 જાન્યુઆરી 1972 માં થઈ હતી
  • મેઘાલયની રાજધાની શિલોંગ છે
  • મેઘાલયનું સૌથી મોટું શહેર શિલોંગ છે
  • મેઘાલયના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિક છે
  • મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે
તાજેતરમાં સૌથી ઓછી બેરોજગારી દર માં પ્રથમ સ્થાને કયું રાજય રહ્યું છે?

છત્તીસગઢ

  • છત્તીસગઢ ની સ્થાપના 1 નવેમ્બર 2000 થઈ હતી
  • છત્તીસગઢ ની રાજધાની રાયપુર છે
  • છત્તીસગઢ નું સૌથી મોટું શહેર રાયપુર છે
  • છત્તીસગઢના વર્તમાન રાજ્યપાલ અનુસુયા ઉઇકે છે
  • છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે
તાજેતરમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે?

ગૌતમ અદાણી

  • ગૌતમ શાંતિલાલ અદાણી નો જન્મ 24 જૂન 1962 માં અમદાવાદમાં થયો હતો
  • તેઓ અદાણી ગ્રુપના સ્થાપક અને વર્તમાન ચેરમેન છે
  • અદાણી ફાઉન્ડેશન વર્તમાન પ્રમુખ છે
તાજેતરમાં કયા રાજયએ 13 નવા જિલ્લાનું ઉદ્ધાટન કરી રાજયનો નવો નકશો લોન્ચ કર્યો છે?

આંઘ્રપ્રદેશ

  • આંઘ્રપ્રદેશ ની સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી
  • આંઘ્રપ્રદેશ ની રાજધાની અમરાવતી છે
  • આંઘ્રપ્રદેશ નું સૌથી મોટું શહેર વિશાખાપટ્ટનમ છે
  • આંઘ્રપ્રદેશના વર્તમાન રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદન છે 
  • આંઘ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી છે
તાજેતરમાં ટાટા પાવર સોલારે કયા રાજયમાં 160 મેગાવોટની સૌર પરિયોજના શરૂ કરી છે?

રાજસ્થાન

  • રાજસ્થાન રાજ્યની સ્થાપના 30 માર્ચ 1949 માં થઈ હતી
  • રાજસ્થાનની રાજધાની જયપુર છે
  • રાજસ્થાનનું સૌથી મોટું શહેર જયપુર છે
  • રાજસ્થાનના વર્તમાન રાજ્યપાલ કલરાજ મિશ્રા છે
  • રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત છે
તાજેતરમાં કયા રાજયની સરકારે સરકારી સ્કૂલમાં “હોબી હબ” બનાવવાની યોજના કરી છે?

દિલ્લી

  • દિલ્લી ભારતની રાજધાની છે
  • દિલ્લીના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ છે
  • દિલ્લીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે
તાજેતરમાં કેન્દ્ર સરકારે વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરી છે?

વિનય મોહન કવાત્રા

  • વિનય મોહન કવાત્રા ભારતના 34મા વિદેશ સચિવ
  • વિનય મોહન કવાત્રા નો જન્મ 1965 માં થયો હતો
  • વિનય મોહન કવાત્રા ભારત અને વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે
  • તેમણે મે 2010 થી જુલાઈ 2013 સુધી વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય દૂતાવાસમાં મંત્રી (વાણિજ્ય) તરીકે પણ સેવા આપી છે
તાજેતરમાં કયા રાજયએ ‘સ્કૂલ ચલો અભિયાન શરૂ કર્યું છે?

ઉત્તર પ્રદેશ

  • ઉત્તર પ્રદેશની સ્થાપના 24 જાન્યુઆરી 1950 માં થઈ હતી
  • ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે 
  • ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર લખનઉ છે
  • ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ છે
  • ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે

તાજેતરમાં ગુજરાત સરકારે બાળ સંભાળ કેન્દ્ર અને ગામદુત યોજનાની શરૂઆત કયા જિલ્લામાંથી કરી છે?

સુરત


તાજેતરમાં National Maritime Day (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ) કયારે ઉજવવામાં આવ્યો?

5 એપ્રિલ

  • આ દિવસની પ્રથમ વર્ષગાંઠ 1964 માં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્ર વિશે જાગૃતિ લાવવા માટે યોજવામાં આવી હતી
  • આ દિવસ વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા અને ભારતીય નૌકાદળ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે
  • ભારત આ વર્ષે 59મો રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવ્યો છે
  • આ વર્ષની રાષ્ટ્રીય દરિયાઈ દિવસની થીમ ‘સસ્ટેનેબલ શિપિંગ બિયોન્ડ કોવિડ-19’ છે

તાજેતરમાં કઈ રાજય સરકારે સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરી કુલ 27.25% કર્યા છે?

કર્ણાટક

  • કર્ણાટકની સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી
  • કર્ણાટકની રાજધાની બેંગલોર છે
  • કર્ણાટકનું સૌથી મોટું શહેર બેંગલોર છે
  • કર્ણાટકના વર્તમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે
  • કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ છે
April 2022 Current Affairs in Gujarati | એપ્રિલ 2022 કરંટ અફેર્સ
April 2022 Current Affairs in Gujarati | એપ્રિલ 2022 કરંટ અફેર્સ

April 2022 Current Affairs in Gujarati | એપ્રિલ 2022 કરંટ અફેર્સ | Videos

આ પણ જરૂર વાંચો

More Current Affairs in Gujarati
1માર્ચ 2022 ના કરંટ અફેર્સ
2ICC મહિલા વિશ્વ કપ 2022 ના કરંટ અફેર્સ
3ગુજરાતનું નદી તંત્ર
4 ઓસ્કાર એવોર્ડ 2022
5છેલ્લા 6 મહિનાના રમત-ગમતના કરંટ અફેર્સ

લેખક : આ પોસ્ટ April 2022 Current Affairs in Gujarati | એપ્રિલ 2022 કરંટ અફેર્સ ગુજરાતી ટીપ્સ ના ઓનર રંગપરા નરેશ દ્વારા લખાયેલ છે જો તમને અમારી પોસ્ટ પસંદ આવી હોયતો તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો તથા PDF અને વધુ માહિતી માટે નીચે અમારી ટેલીગ્રામ ની લિંક આપેલી છે તે જોઈન કરો આભાર

Leave a Comment