ads

7 Home Remedies for Cold and Cough In Gujarati | શરદી ઉધરસ અને કફ માટે 7 ઘરેલું ઉપચાર

7 Home Remedies for Cold and Cough | શરદી ઉધરસ અને કફ માટેના 7 ઘરેલું ઉપચાર

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું Gujarati Tips બ્લોગ માં તો આપને આજે હેલ્થ ટીપ્સ ની પોસ્ટ માં શરદી ઉધરસ અને કફ માટે 7 ઘરેલું નુસખા વિશે જાણીશું આ તમારા માટે આ સાત ઘરેલુ ઉપચાર ખૂબ જ ઉપયોગી નીકળશે 

7 Home Remedies for Cold and Cough

7 Home Remedies for Cold and Cough | શરદી ઉધરસ અને કફ માટેના 7 ઘરેલું ઉપચાર

આના વિશે પણ જાણો: ➤ ગુગલ નું પુરૂ નામ શું છે? 

કેળા (Bananas)

medicine for cough and cold

લોકો હંમેશા શરદી અને ઉધરસ થવાથી કેળા ખાવાનું બંદ કરે છે. પણ કેળા માં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે. કેળા ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દુર થાય છે. સાથે જ તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટસ અને મિનરલ્સ શરીરની ઈમ્યુનિટી વધારવામાં સહાયતા કરે છે. આમ કેળા ખાવાથી શરદી, ઉધરસમાં ફાયદો થાય છે

પાઈનેપલ (Pineapple) 

home remedies for dry cough at night

પાઈનેપલના ખાવાથી ઉધરસ અને કફ માં ખુબજ ફાયદો થાય છે. સાથે સાથે પાઈનેપલ ફેફસાંની પણ સફાઈ કરે છે. આથી કફની સમસ્યા થી જલ્દી આરામ મળે છે.

આદુ અને તુલસી (Ginger and basil)

14 effective home remedies for cough

આદુ અને તુલસી માં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ ગુણ રહેલા હોય છે. આથી આદુ અને તુલસી નું સેવન કરવાથી કફ માં આરામ મળે છે સાથે સાથે સામાન્ય ઉધરસ અને શરદી થી પણ છુટકારો મળે છે. આદુ અને તુલસી આપણા શરીરની ઇમ્યુનિટી માં વધારો કરે છે. તમે આદુ અને તુલસી ને ભોજનમાં મિક્સ કરી કે ચા કે ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ અને 2-3  તુલસીના પાન ઉમેરી અને જ્યાં સુધી પાણી એક ચોથાઈ ન થાય ત્યાં સુધી ઉકાળો ગરમ કરો પછી તેને ગાળીને પી લેવું. તે સિવાય આદુંનો 1 ટુકડો મોઢામાં ચાવવાથી પણ ગળા ને આરામ મળે છે.

દેશી ગોળ (Jaggery)

home remedies for cough and cold for kids

દેશી ગોળ ની તાસીર ગરમ હોય છે. આથી ગોળ ખાવાથી કફ, ઉધરસ માં રાહત રહે છે. તમે દેશી ગોળ ની ચા કે મીઠાઈ બનાવી ખાઈ શકો છો. આ સિવાય દેશી ગોળ ને શેકેલા ચણા ની સાથે ખાવાથી પણ ખુબજ ફાયદો થાય છે.

લીંબુ અને મધ (Lemon and honey)

how to cure cold and cough in one day

જો તમારું ગળું ખરાબ હોય કફ, શરદી, કે ઉધરસ હોય તો લીંબુ અને મધ ખૂબ જ ફાયદાકારક રહે છે. તેના માટે 1 કપ ગરમ પાણીમાં 1 નાની ચમચી મધ અને 2 નાની ચમચી લીંબુનો રસ ઉમેરી પીવું . તેનાથી કફ અને ગળાની તકલીફમાં તરત આરામ મળે છે. સાથે સાથે શરીરની ઇમ્યુનિટી માં પણ વધારો થાય છે.

લસણ (Garlic) 

home remedies for cold and sneezing

લસણ પણ શરદી, ઉધરસ, અને કફ માટે ખુબજ લાભદાયક છે. લસણમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ ગુણ હોય છે. તેમજ લસણ ને આયુર્વેદમાં પણ ઔષધી સ્વરૂપ ગણવામાં આવ્યું છે. 2-3 લસણની કળી ખાવાથી શરદી, ઉધરસ થી આરામ મળે છે. 

કાળી મરી (Black pepper) 

indian home remedies for cold

ઉધરસ, કફ અને શ્વાસ સંબંધી તકલીફો થી છુટકારો મેળવવા માટે કાળી મરી ખૂબ ઉપયોગી છે. તમે તેને શાકમાં નાખી અથવા તો તેનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં 2 ચપટી કાળી મરી નાખી પાણીને એક ચોથાઈ થાય ત્યાં સુધી ગરમ કરો પછી તેને ગાળીને 1 નાની ચમચી મધ ભેળવી પીવું. તમે તેને સાંજે અને સવારના સમયે પણ પી શકો છો. કાળી મરી ફેફસાની સારી રીતે સફાઈ કરે છે આથી કફની સમસ્યા થી આરામ મળે છે.

આના વિશે પણ જાણો: ➤ RTE-Right to Education Act Gujarati

મિત્રો આ અમારી શરદી ઉધરસ અને કફ માટેના 7 ઘરેલું ઉપચાર | 7 Home Remedies for Cold and Cough વાળી પોસ્ટ કેવી લાગી જરૂર જણાવજો આભાર

Post a Comment

0 Comments